કાર્યસ્થળોમાં તેલ અને ખાંડના બોર્ડ પ્રદર્શિત કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ એડવાઈઝરી સ્વસ્થ આહારની આદતોને પ્રોત્સાહન આપવા માટે એક પહેલ છે
કાર્યસ્થળોમાં તેલ અને ખાંડના બોર્ડ પ્રદર્શિત કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ એડવાઈઝરી સ્વસ્થ આહારની આદતોને પ્રોત્સાહન આપવા માટે એક પહેલ છે
કેટલાક મીડિયા અહેવાલો આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમોસા, જલેબી અને લાડુ જેવા ખાદ્ય ઉત્પાદનો પર વોર્નિંગ લેબલ્સ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મીડિયા અહેવાલો ભ્રામક, ખોટા અને પાયાવિહોણા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અલગથી એક એડવાઈઝરી જારી કરી હતી. જે કાર્યસ્થળો પર સ્વસ્થ પસંદગીઓ કરવા તરફ એક પહેલ છે. તે લોબી, કેન્ટીન, કાફેટેરિયા, મીટિંગ રૂમ વગેરે જેવા વિવિધ કાર્યસ્થળોમાં બોર્ડ પ્રદર્શિત કરવા અંગે સલાહ આપે છે. જેથી વિવિધ ખાદ્ય વસ્તુઓમાં છુપાયેલી ચરબી અને વધારાની ખાંડના હાનિકારક વપરાશ અંગે જાગૃતિ લાવી શકાય. આ બોર્ડ સ્થૂળતા સામે લડવા માટે દૈનિક રીમાઇન્ડર તરીકે સેવા આપવા માટે છે, જેનો ભાર દેશમાં ઝડપથી વધી રહ્યો છે.
આરોગ્ય મંત્રાલયની એડવાઈઝરી વિક્રેતાઓ દ્વારા વેચાતા ખાદ્ય ઉત્પાદનો પર વોર્નિંગ લેબલ લગાવવાનું નિર્દેશિત કરતી નથી અને ભારતીય નાસ્તા તરફ પસંદગીયુક્ત નથી. તે ભારતની સમૃદ્ધ સ્ટ્રીટ ફૂડ કલ્ચરને લક્ષ્ય પણ બનાવતી નથી.
આ સામાન્ય સલાહ એ લોકોને ખાદ્ય ઉત્પાદનોમાં છુપાયેલા ચરબી અને વધારાની ખાંડ વિશે જાગૃત કરવા માટે એક વર્તણૂકીય પ્રોત્સાહન છે, તે ખાસ કરીને કોઈ ચોક્કસ ખાદ્ય ઉત્પાદન માટે નથી. સલાહમાં અન્ય આરોગ્ય સંદેશાઓનો ઉલ્લેખ છે. જેમ કે ફળો, શાકભાજી અને ઓછી ચરબીવાળા વિકલ્પો જેવા સ્વસ્થ ભોજનને પ્રોત્સાહન આપવા સાથે શારીરિક પ્રવૃત્તિ પસંદ કરવા માટે સૂચનો આપવા. જેમ કે સીડીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા, કસરત માટે ટૂંકા વિરામનું આયોજન કરવા અને ચાલવા માટેના રસ્તાઓની સુવિધા આપવી.