Current Affairs

પ્રધાનમંત્રી 19 નવેમ્બરે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે

પ્રધાનમંત્રી 19 નવેમ્બરે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાત લેશે.

સવારે લગભગ 10:00 વાગ્યે, પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ખાતે ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના પવિત્ર મંદિર અને મહાસમાધિની મુલાકાત લઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં ભાગ લેશે. પ્રસંગે તેઓ ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જીવન, ઉપદેશો અને શાશ્વત વારસાને સમર્પિત એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટોનો સેટ બહાર પાડશે. તેઓ કાર્યક્રમ દરમિયાન સભાને પણ સંબોધિત કરશે.

ત્યારબાદ, પ્રધાનમંત્રી તમિલનાડુના કોઈમ્બતુર જશે, જ્યાં તેઓ બપોરે 1:30 વાગ્યે દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ સમિટ 2025નું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દેશભરના 9 કરોડ ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે ₹18,000 કરોડથી વધુના PM-KISANના 21મા હપ્તાનું અનાવરણ કરશે. પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.

Visitor Counter : 216