ભારતીય ટપાલ વિભાગ દ્વારા “ઢાઈ અક્ષર” અખિલ ભારતીય પત્ર લેખન પ્રતિયોગિતાનું આયોજન
ભારતીય ટપાલ વિભાગ દ્વારા “ઢાઈ અક્ષર” અખિલ ભારતીય પત્ર લેખન પ્રતિયોગિતાનું આયોજન
ભારતીય ટપાલ વિભાગ દ્વારા “ઢાઈ અક્ષર” અખિલ ભારતીય પત્ર લેખન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સ્પર્ધકોએ “મારા રોલ મોડેલને પત્ર” વિષય પર પત્ર લખવાનો રહેશે. જેમાં વિજેતાને રૂ. 5000/- થી લઈ ને રૂ. 50000/- સુધીનો પુરસ્કાર મળી શકે છે.
પત્ર અંગ્રેજી/હિન્દી/ગુજરાતીમાં શ્રી સિનિયર સુપરીન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, અમદાવાદ સિટી ડીવિઝનને સંબોધીને લખી શકાશે. આ પત્ર એ-4 સાઇઝના કાગળ (વધુમાં વધુ 1000 શબ્દો) અથવા આંતરદેશિય કાર્ડ (વધુમાં વધુ 500 શબ્દો) માં લખી શકાશે. એ-4 સાઇઝના કાગળને એમ્બોસસેડ કવરમાં નાખી પોસ્ટ કરવાના રહેશે.
આ પત્રો “શ્રી સિનિયર સુપરીન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, અમદાવાદ સિટી ડીવિઝન, અમદાવાદ-380009“ના સરનામે તારીખ 08.12.2025 સુધીમાં પહોચી જાય તે રીતે મોકલવાના રહેશે. જે માટે શહેરમાં નક્કી કરેલ પોસ્ટ ઓફિસમાં (નવરંગપુરા, રેવડી બજાર, મણિનગર, માણેકબગ અને ગાંધી આશ્રમ) મુકેલ ખાસ ટપાલપેટીમાં પોસ્ટ કરવાના રહેશે. ગામડાનાં લોકો પોતાના ગામની શાખા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરી શકે છે.
આ સ્પર્ધા બે કેટેગરીમાં {(1) 18 વર્ષ સુધીની ઉમર માટે (2) 18 વર્ષ થી ઉપરની ઉમર માટે} રાખેલ છે. સ્પર્ધકોએ પત્ર માં લખવું કે, “હું પ્રમાણિત કરું છું કે હું 18 વર્ષ થી નીચે/ઉપર છુ.”.
રાજ્ય સ્તર પર સર્વશ્રેષ્ઠ ત્રણ સ્પર્ધકોને અનુક્રમે રૂ. 25,000/-, રૂ. 10,000/- અને રૂ. 5,000/- પુરસ્કાર આપવામાં આવશે તથા રાષ્ટ્રીય સ્તર પર સર્વશ્રેષ્ઠ ત્રણ સ્પર્ધકોને અનુક્રમે રૂ. 50,000/-, રૂ. 25,000/- અને રૂ. 10,000/- પુરસ્કાર આપવામાં આવશે.
વધુ વિગતો વિભાગની વેબસાઇટ https://www.indiapost.gov.in. પર જાણી શકાશે.