રણ સંવાદમાં સ્પેશિયલ ફોર્સિસ ઓપરેશન્સ અને એરબોર્ન અને હેલિબોર્ન ઓપરેશન્સ માટે સીડીએસે સંયુક્ત સિદ્ધાંત બહાર પાડ્યો
રણ સંવાદમાં સ્પેશિયલ ફોર્સિસ ઓપરેશન્સ અને એરબોર્ન અને હેલિબોર્ન ઓપરેશન્સ માટે સીડીએસે સંયુક્ત સિદ્ધાંત બહાર પાડ્યો
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે 27 ઓગસ્ટ, 2025ના રોજ મધ્યપ્રદેશના ડૉ. આંબેડકર નગરમાં આર્મી વોર કોલેજ ખાતે રણ સંવાદ ત્રિ–સેવા સેમિનાર દરમિયાન બે સીમાચિહ્નરૂપ સૈદ્ધાંતિક પ્રકાશનો – જોઈન્ટ ડોક્ટ્રિન ફોર સ્પેશિયલ ફોર્સિસ ઓપરેશન્સ અને જોઈન્ટ ડોક્ટ્રિન ફોર એરબોર્ન એન્ડ હેલિબોર્ન ઓપરેશન્સ –નું વિમોચન કર્યું હતું. આ વિમોચન સમારોહ દરમિયાન નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ અને આર્મીના વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ત્રણેય પાંખોની સક્રિય ભાગીદારી સાથે ડોક્ટ્રિન ડિરેક્ટોરેટ ઓફ હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના નેજા હેઠળ તૈયાર કરાયેલા આ સિદ્ધાંતો ખાસ દળોના મિશન અને એરબોર્ન ઓપરેશન્સના સંચાલન માટે માર્ગદર્શક સિદ્ધાંતો, ઓપરેશનલ ખ્યાલો અને આંતર–કાર્યક્ષમતા માળખાને નિર્ધારિત કરે છે.
આ પ્રસંગે બોલતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે ત્રણેય પાંખોની વ્યાવસાયીકરણ, અનુકૂલનક્ષમતા અને સંયુક્તતા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ સિદ્ધાંતો ઉભરતા યુદ્ધક્ષેત્રમાં આયોજકો, કમાન્ડરો અને ઓપરેટરો માટે મહત્વપૂર્ણ સંદર્ભ તરીકે સેવા આપશે.
આ સિદ્ધાંતોનું પ્રકાશન સંયુક્ત ઓપરેશનલ ક્ષમતા વધારવા, સેવાઓ વચ્ચે સિનર્જીને પ્રોત્સાહન આપવા અને ચોકસાઈ અને દૃઢતા સાથે ઉભરતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે તૈયારી સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સિદ્ધાંતો http://ids.nic.in/content/doctrines પર ઍક્સેસ કરી શકાય છે.