Current Affairs

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પંજાબના ભટિંડામાં ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘાયલ થયેલા ઝિમ્બાબ્વેના વિદ્યાર્થીના કથિત મૃત્યુની ઘટના પર સ્વતઃ નોંધ લીધી છે

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પંજાબના ભટિંડામાં ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘાયલ થયેલા ઝિમ્બાબ્વેના વિદ્યાર્થીના કથિત મૃત્યુની ઘટના પર સ્વતઃ નોંધ લીધી છે

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC), ભારતના એક મીડિયા અહેવાલની સ્વતઃ નોંધ લીધી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ઝિમ્બાબ્વેના એક વિદ્યાર્થી પર 21 ઓગસ્ટ, 2025ના રોજ પંજાબના ભટિંડામાં આવેલી AIIMSમાં લોકોના એક જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થી ભટિંડાના તલવંડી સાબો શહેરમાં સ્થિત ગુરુ કાશી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યો હતો.

કમિશને સમાચાર અહેવાલની સામગ્રીની તપાસ કરી છે અને જો તે સાચું હોય, તો તે માનવ અધિકારોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઉઠાવે છે. તદનુસાર, કમિશને પંજાબના પોલીસ મહાનિર્દેશક અને ગુરુ કાશી યુનિવર્સિટી, ભટિંડાના રજિસ્ટ્રારને નોટિસ ફટકારી છે, જેમાં બે અઠવાડિયામાં આ બાબતનો વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે.

21 ઓગસ્ટ, 2025ના રોજ પ્રકાશિત મીડિયા અહેવાલ મુજબ, 13 ઓગસ્ટ, 2025ના રોજ પીડિત અને તેના સાથીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તેના એક દિવસ પહેલા પીડિતનો સુરક્ષા ગાર્ડ સાથે ઝઘડો થયો હતો. આ મામલે FIR નોંધવામાં આવી છે.