ટપાલ સેવાઓ સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ડાક અદાલત
ટપાલ સેવાઓ સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ડાક અદાલત
ટપાલ વિભાગ ટપાલ સેવાઓ સંબંધિત ફરિયાદોના નિવારણ માટે ડાક અદાલત યોજવાનો પ્રસ્તાવ મૂકે છે. 31.12.2025ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે ડાક અદાલત 17.12.2025 (બુધવાર)ના રોજ સવારે 11.00 વાગ્યે પોસ્ટમાસ્ટર જનરલ, અમદાવાદ મુખ્ય મથક પ્રદેશ, સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004ના કાર્યાલય ખાતે યોજાશે.
પોસ્ટમાસ્ટર જનરલ દરેક ફરિયાદીને વ્યક્તિગત રીતે સાંભળશે અને સ્થળ પર જ જનતાની સમસ્યાનું નિરાકરણ લાવશે. ઉપરોક્ત અદાલતનો વિચાર જનતાની સમસ્યાઓનું સ્થળ પર જ વ્યક્તિગત સુનાવણી અને નિરાકરણ કરવાનો છે.